ગામ / સર્વે નંબર આધારીત કેસ સ્ટેટસ સુવિધાનો શુભારંભ

મહેસૂલ વિભાગના "Ease of Doing Business, Business Reforms Action Plan-2017" અંતર્ગત મહેસૂલી વિવાદ વાળા તમામ કેસો ડેટાબેઝમાં લઈ નાગરીકોને જે તે જીલ્લાની વિવાદીત જમીનના મહેસુલી કેસોનું સ્ટેટસ સરળતાથી ઓનલાઇન મળી રહે તે માટે " Revenue Case Data based on Village / Survey no." સુવિધા વિકસાવવામાં આવી છે. આ સુવિધાનો તા:૧૨/૦૭/૧૭ના રોજ માનનીય મહેસૂલ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ વિધિવત શુભારંભ કરેલ છે.

 

આ સુવિધાનો પ્રારંભ થતાં નાગરિક દ્વારા ગામ તથા રેવેન્યુ સર્વેની વિગતો આ એપ્લિકેશનમાં પસંદ કર્યેથી મહેસૂલ વિવાદના કેસોની યાદી તેમજ તે કેસની હાલની સ્થિતિ ઉપલબ્ધ થશે.જેથી નાગરિકોને વિવાદિત સર્વે નંબરમાં ચાલતાં મહેસૂલી કેસો અંગે અદ્યતન માહિતી સરળતાથી મળી રહેશે.

SSRD