પ્રસ્તાવના

ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) તરીકે ઓળખાતી આ કચેરી સને ૧૯૬૪ માં અસ્તિત્વમાં આવી છે. આ કચેરી મહેસુલ વિભાગનો એક પ્રભાગ છે. જીલ્લા કક્ષાએ મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમો/નિર્ણયો સામે કાયદાકીય રીતે આ કચેરી અપીલ/રિવિઝનનું કામ કરે છે.

રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં મહેસુલી અધિકારીઓએ જમીન મહેસુલ કાયદાની જોગવાઇઓ અનુસાર કરેલા હુકમોને કાયદા મુજબ એપેલેટ/રિવિઝનની કામગીરી કરવા સારૂ સને ૧૯૬૪માં ખાસ સચિવની નિમણુંક કરી ખાસ સચિવને એપેલેટ/રિવિઝનની સત્તા રૂલ્સ ઓફ બીઝનેસ મુજબ આપી અને ત્યારથી આ કચેરી કલેક્ટરશ્રીઓ તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓએ કરેલ હુકમો સામે દાખલ થતી અપીલ/રીવિઝનની કામગીરી કરે છે.

 

ઉદ્દેશો અને હેતુઓ

પક્ષકારોને યોગ્ય ન્યાય મળે તેટલા માટે કેસોના ઝડપી નિકાલ અર્થે અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તથા આધુનિક ટેકનોલોજીની મદદથી પારદર્શક તથા ગતિશીલ વહીવટ માટે સતત પ્રયત્ન ચાલુમાં છે.

Also In This Section